Monday, January 10, 2011

Who has killed Mahatma Gandhi? Read in Gujarati

Who has killed Mahatma Gandhi? Read in Gujarati

ખૂની કોણ? આયારામ ગયારામ કહે છે "અમે દશરથપૂત્ર રામ છીએ".

સર્વોદયવાદીઓ ગાંધીને એક વિચાર માને છે. આમ તો વેદોમાં કહ્યું છે કે આત્મા તેના સંતાનો થકી અમર છે. કેટલાક મૂર્ધન્યો ફક્ત ઔરસ સંતાનને જ સંતાન માને છે. પણ વાસ્તવમાં તેમ નથી. સંતાનોમાં માનસસંતાનો પણ આવી જાય. વાસ્તવ માં તો જે સંતાનો માતા-પિતાનો વૈચારિક વારસો સ્વિકારે અને તે પ્રમાણે આચાર રાખે તે જ તેના સંતાનો કહેવાય.

વેદ સમગ્ર બ્રહ્માણ્ડને અને તેના અંગોને સજીવ માને છે. તેમજ આત્મા એક જ છે તેમ માને છે. એટલે કે દરેક અંગોમાં તેજ (તત્‌ ત્વમસિ) અને એક જ આત્મા વસી રહ્યો છે. (ઈશાવાસ્યમ્‌ ઈદમ સર્વમ્‌ આ કંઈપણ છે ત્યાં શિવ ઈશ્વરનો વાસ છે).અને તે એક અને માત્ર એક છે.

જે પીણ્ડે છે તે બ્રહ્માણ્ડે છે. તેનાથી ઉંધુ જો વિચારીએ તો જે બ્રહ્માણ્ડે છે તે પીણ્ડે છે.

હવે ગાંધી નો અર્થ કંઈ ફક્ત મહાત્મા ગાંધી જ ન થાય. આમ તો ગાંધી એક વ્યવસાય તરીકે સમાજનું એક અંગ કહેવાય તેથી તે પણ એક જીવ કહેવાય. અને એક અંગ તરીકે તે તેના માનસિક સંતાનો થકી અમર રહે જેમાં ઔરસ સંતાનો આવે અને ન પણ આવે. જે ગાંધી તરીકે ઓળખાતા હોય પણ જો તેઓ "ગાંધી" નામના સામાજીક અંગની ફરજો ન બજાવતા હોય તો તેઓ તેના "ઔરસ" સંતાન હોય તો પણ ગાંધી ન કહેવાય.

"સેટ" (SET theory) થીએરી

વૈદિક રીતે સજીવોની વ્યાખ્યાને સમજવી હોય તો "સેટ થીયેરી"ને સમજો. એક સેટ એક સજીવ છે. જેમ સેટના પ્રકારો પ્રકારો છે તેમ સજીવના એવા જ પ્રકારો છે. બ્રહ્માણ્ડરુપી સજીવ એ એક યુનીવર્સલ સેટ છે.

મહાત્માગાંધીના વિચારોમાં માનનારો અને તેને આચરનારો સમૂહ એ એક સેટ છે.

અને "સેટ" એક સજીવ છે. કોંગ્રેસ એક સજીવ છે. કોંગીજનોનો સેટ એક સજીવ છે. હિન્દુઓનો સેટ એક સજીવ છે. મુસ્લિમોનો સેટ એક સજીવ છે. તેવા બીજા ધર્મોનો ના સેટ એક સજીવ છે. સરકારી કર્મચારીઓનો સેટ એક સજીવ છે. તેના વિભાગીય કર્મચારીઓ જુદા જુદા સબસેટ છે. તેવીરીતે દરેક બીજા કર્મચારીઓના સેટ સબસેટ છે. તેઓ પણ એક સજીવ છે. સજીવ પોતાનું હિત વિચારે છે અને પોતાના લાગતા વળગતા સંતાનોના હિતની રક્ષા માટે કામ કરે છે કે જેથી સૌ કોઈ ટકે અને આનંદથી જીવી શકે. બધું આનંદ માટે છે.

ગાંધી બાપુએ વિચાર્યું

ગાંધી બાપુએ વિચાર્યું અને પ્રશ્ન થયો કે સમગ્ર વૈશ્વિક સમાજ જેમાં મનુષ્યની આગવી ભૂમિકા છે તેણે કેવીરીતે વર્તવું? ગાંધીબાપુએ તેમના વિચારોના પ્રયોગો પોતાના થકી અને કોંગ્રેસ થકી કર્યા. અને તેઓ રાજકીય સ્વાતંત્ર્ય મેળવવામાં સફળ નિવડ્યા.

કોંગ્રેસ એક "સેટ" હતી જેને હ્યુમે જન્મ આપ્યો. અને તેનો સામુહિક ધ્યેય હિન્દીપ્રજાનો અવાજ સરકારને પહોંચાડવાનો હતો. જ્યાં સુધી ગાંધી બાપુ કોંગ્રેસમાં પ્રવેશ્યા ન હતા ત્યાં સુધી કોંગી રુપી સજીવના કોષ ફક્ત ભણેલગણેલ (ભણેલ તેથી ગણેલ) અને ખાધેપીધે સુખી એવા શરીર ધારીઓના બનેલા હતા.

ગાંધીબાપુએ કહ્યું કોંગ્રેસના આ શરીરમાં એકલા આવા જ કોષો હોય તે નહીં ચાલે. કોંગ્રેસના બંધારણ અને કોષોની રચનામાં પણ વ્યાપક ફેરફાર કરવા પડશે. કોંગ્રેસના સભ્યનો (કોષનો) મુળ ગુણધર્મ અહિંસાપ્રત્યેનો વિશ્વાસ, સ્વાવલંબન અને સાદગી હોવો જોઇશે. ગાંધીજીએ શરુઆતમાં કોંગ્રેસના સભ્યપદ માટે ચાર આના રાખ્યા હતા. સ્વાવલંબન માટે તેમણે રેંટીયો રાખ્યો. ઓછામાં ઓછું પોતાના પુરતું પોતે કાંતવું. અને કોંગ્રેસના સભ્ય બનવા માટે એક આંટી જમા કરાવવી.

જેમ ફાઈવસ્ટાર હૉટલની ખાણીપીણીના ટેબલ ઉપર કોઈ લઘરવઘર વ્યક્તિ બેસે અને બીજાલોકોના નાકના ટેરવા ચડી જાય તેમ તત્કાલિન પૈસાદાર સભ્યોના નાકના ટેરવા ચડી ગયેલ. પણ ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં સફળ નેતાગીરી કરેલી તેથી મોટાભાગના સભ્યોએ તેમની વાતને વધાવી લીધી.

ગાંધી બાપુના પ્રયોગોએ બઘેડાટી બોલાવી

પછી તો ગાંધી બાપુના પ્રયોગોએ બઘેડાટી બોલાવી. કાળક્રમે કોંગ્રેસનું ધ્યેય પૂર્ણ સ્વતંત્રતા કરવામાં આવ્યું. "કોંગ્રેસ" એટલે એક આખો દેશ થઈ ગયો. જેમાં સક્રીય અને અક્રીય પણ સૈધાંતિકરીતે સામેલ એવી આખી ભારતવાસી જનતા આવી ગઇ.

હ્યુમે કોંગ્રેસને જન્મ આપ્યો. કોંગ્રેસ એક સજીવ છે. અને દરેક સજીવને ગુણધર્મ હોય છે. ગુણમાં ફેરફાર આવકાર્ય છે. એટલે કે કાર્યદક્ષતા વધારવા માટેનો અભિગમ બદલાતો રહે છે. પણ ધ્યેય અને સિધાંતો એજ રહે છે. જ્યારે આ પણ બદલાઈ જાય ત્યારે તે સજીવ નષ્ટ થયો કહેવાય અને તેની જાત બદલાઈ જાય. એટલે કે એ એક નવો "સેટ" (નવો જીવ) ઉદ્‌ભવ પામ્યો કહેવાય. કોંગ્રેસનું ધ્યેય હતું સરકાર સાથે સંવાદ કરવાનું કે જેથી હિન્દુસ્તાનીઓને યોગ્ય ન્યાય મળે. ગાંધીજીએ કોંગ્રેસને વ્યાપક કરી. તેમને લાગ્યું કે સરકાર અને જનતા વચ્ચે સુયોગ્ય સંવાદ અને દેશવાસીઓને થતા અન્યાય માટે આ બ્રીટીશ સરકાર કર્મશીલ નથી. તેથી તેની સાથે સંવાદ પણ રાખો અને તેને સુધરવાની તક આપો અને ન સુધરે તો તેને દૂર કરો. એટલે ગાંધીજીએ કોંગ્રેસનું ધ્યેય જે વ્યાપક જનહિત માટેનું હતું તે અકબંધ રાખીને કોંગ્રેસને આગળ ધપાવી.

કોંગ્રેસ ક્યારે મરી ગઈ?

ગાંધીજીએ કહ્યું કે રાજકીય સ્વતંત્રતા મળી ગઈ છે. હવે જે લોકો સરકાર ચલાવશે તે દંભી નહીં હોય. આ સરકારમાં આપણા પોતાના દેશબંધુઓ હશે. તેથી કોંગ્રેસને એક સેવાસંસ્થા બનાવી દો. કોંગ્રેસના સક્રીય સભ્યો સરકાર ઉપર નજર રાખશે અને જનતા ઉપર શાસન નહીં પણ અનુશાસન કરશે. જનતા અને સરકાર વચ્ચે સંવાદનું કામ હવે માનવીય કાયદાઓ કરશે. માનવીય કાયદાઓ માટે આપણી પાસે આપણું ખુદનું બંધારણ હશે.

આ શાસન અને અનુશાસન શું છે?

જ્યારે વિનોબાભાવે એ કહ્યું "કટોકટી એ અનુશાસન પર્વ છે" ત્યારે ગણ્યાગાંઠ્યા લોકોને આ ભેદ સમજવાની તક મળી. કેટલાકને ૧૯૭૫-૭૬ની ઈન્દીરાઇ કટોકટીમાં ભૂગર્ભમાં છપાતા "જનતા છાપા" દ્વારા, શાસન અને અનુશાસનનો ભેદ સમજાયો. કેટલાકને વિનોબા ભાવે એ બોલાવેલા "આચાર્ય સંમેલન"માં વિનોબા ભાવે એ કરેલા સ્પષ્ટીકરણ થી સમજાયો. જે શાસકો હતા અને સમજવા માગતા ન હતા અને જેઓ શાસકો નહતા પણ શાસકોના હિતેચ્છુઓ હતા અથવા ગાંધીવાદ (મહાત્માગાંધીવાદ) ના અહિતેચ્છુઓ હતા અને સમજવા માગતા ન હતા અથવા તે ભેદ સમજવા માગતા ન હતા તેઓએ પોતાનું ગાણું ચાલુ રાખેલ.

જેમની પાસે કાયદા થકીની હિંસક સત્તા છે તે શાસકો છે. તેથી શાસકોનું શાસન કહેવાય. જેમની પાસે નૈતિકબળ થકીની સત્તા છે તેઓનું અનુશાસન કહેવાય. આચાર્ય એટલે કે વિદ્વાનોનું શાસન એ અનુશાસન કહેવાય. કટોકટી એ જો વાસ્તવિક હોય તો તે કોઈ એક વ્યક્તિ કે પક્ષનો પ્રશ્ન નથી. "કટોકટી" જો હોય તો તે દેશનો પ્રશ્ન છે. તેથી દેશના વિદ્વાનો ને તે પ્રશ્ન સોંપવો જોઇએ. અને આ પ્રશ્ન કાયમી ન ગણાવવો જોઇએ. "કટોકટી એ અનુશાસન પર્વ છે" તેની અંતર્ગત આ અર્થ રહેલો હતો. પણ ઈન્દીરાઇ કોંગ્રેસે તેને પર્વ એટલે તહેવાર ગણી લીધો અને કોંગ્રેસના દરેક કોષે પોતપોતાની તાકાત પ્રમાણે તહેવારને ઉજવ્યો અને બેફામ વર્તન કર્યું. જેઓ ગુલામ હતા અને અથવા ડરપોક હતા તેઓ એ સાંષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

પણ જે લોકો નિર્ભય હતા, તેઓએ "નિર્ભય બનો એવા પોસ્ટરો છપાવ્યા અને ગાંધી બાપુનો ફોટો પણ રાખ્યો. આ પણ અયોગ્ય માનવામાં આવ્યું અને સરકારી શિષ્યો એ તે દૂર કર્યા. પણ સરકારી દૂરાચારોની વાત લાંબી છે. હાલની કોંગીને ગેરલાયક ઠરાવી શકાય. પણ આપણે મૂળ વાત પર આવીએ.

હ્યુમની કોંગ્રેસનું શું થયું?

હ્યુમની કોંગ્રેસ ગાંધીજીની કોંગ્રેસ થઈ ગઇ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. કોંગ્રેસના કોષોમાં વૃદ્ધિ થઇ અને એ જ્ઞાનવાન પણ થઈ.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય હતું જનજાગૃતિ, સ્વાવલંબન, સાક્ષરતા.

જનજાગૃતિ, સ્વાવલંબન, સાક્ષરતા? પણ આ બધું શું છે?

જનજાગૃતિ એટલે સમાજ સુધારણા. રીવાજોથી થતા નુકશાન ને સમજવું. જેમકે જ્ઞાતિપ્રથાના ઉચનીચના ભેદ, સામાજીક કુરીવાજો, અસ્વચ્છતા, અમાનવીય વર્તનો વિગેરેની સમજણ અને તેમાંથી મુક્તિ.

સ્વાવલંબન એટલે પોતાનું સ્વાવલંબન, ઘરનું સ્વાવલંબન અને ગામનું સ્વાવલંબન. ગામ અને શહેર એકબીજાને પૂરક બને અને શોષણવિહીન સમાજ બને. એટલે કે સુયોગ્ય યંત્રશાસ્ત્ર (એપ્રોપ્રીયેટ ટેક્નોલોજી)નો આવિષ્કાર અને સ્વિકાર કરી અમલમાં મુકવો. નવી યંત્ર પ્રણાલી આવકાર્ય છે પણ નવી પ્રણાલીને લાવતી વખતે કોઈવર્ગની રોજી છીનવાઈ જાય એ ન ચાલે. થોડાને રોજી મળે અને ઘણા બેકાર થઇ જાય એવું ન થવું જોઇએ. વળી તેની આડ પેદાશ એવી ન હોવી જોઇએ કે જેથી સમાજમાં અસંતુલન થાય, ઘર્ષણ પેદા થાય અને દુષણો ઉત્પન્ન થાય. ટૂંકમાં ઉત્પાદનના સાધનો અને વહેંચણીની પ્રણાલીઓમાં દૂરદ્રષ્ટિ વાળું ભેજું ચલાવવાનું હતું.

સાક્ષરતા એટલે કે સમસ્યા થી વાકેફ હોવું અને સમસ્યાની અને તેના ઉપાયોની સમજણ કેળવવી અને હોવી. આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે સંવાદ હોય. સંવાદ એ એક એવી ક્રિયા છે જે ચર્ચા, વાચન અને મનન ની પ્રક્રીયાઓથી આગળ વધે છે.

("વાંચે ગુજરાત" ઝીંદાબાદ).

આ બધું શક્ય બનાવવા માટે કોંગ્રેસને સેવાસંસ્થા બનાવવાની જરુર હતી. સેવાસંસ્થાની નૈતિક શક્તિ જ આ બધી સમજણ જનતાના મગજમાં પોતાના આચાર થકી ઉતારી શકે.

ગાંધીજી પોતે તો કોંગ્રેસમાંથી ક્યારનાય એક સભ્ય તરીકે મટી ગયેલા. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ગાંધીજીએ રાજકીય કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું. તેમણે કોંગ્રેસને સેવાસંસ્થા બનાવવાનું કહ્યું.

એટલે ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે અને સજીવજાતિની વૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે કોંગ્રેસ રુપી જીવનું મૃત્યુ થયું.

કોંગ્રેસ રુપી જીવ ૧૮૬૯ થી ૧૯૪૭ સુધી જીવ્યો

તો પછી કોંગ્રેસ શેની ૧૨૫મી વર્ષગાંઠ ઉજવે છે?

અરે ભાઈ આ તો જેમ આયારામ ગયારામ ભાઇઓ જેમ સીતારામ(સીતાવાળા રામ)ની ૬૨૨૫મી વર્ષગાંઠ પોતાની માનીને ઉજવે એવું થયું છે.

જો એવું હોય તો કોઈ વિરોધ કરતું કેમ નથી?

જો આયારામ કે ગયારામ રામના જન્મદિવસને પોતાના જન્મ દિવસ તરીકે ઉજવે તો રામ શિવાય બીજા કોણ વિરોધ કરી શકે? કોઈ ખમતીધર જનહિતની અરજી કરે તો જુદી વાત છે.

હવે આપણી કોંગ્રેસરુપી જીવ વિષે કંઈક અવનવું થયું. ઘણા જીવ મૃત્યુપામે પણ તેને જાહેર ન કરાય. કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે જે ગણવું હોય તે ગણો.

કોંગ્રેસ ૧૯૪૭માં તો નૈતિકરીતે મૃત્યુ પામેલી. કારણકે તેણે તેના ગુણધર્મોનો અંત આવેલ. અને કોંગ્રેસનો આત્મા જે કોંગ્રેસના શરીરની બહાર હતો તેણે પોતે જ કહ્યું કે કોંગ્રેસ મરી ગઈ છે અને તેના દેહનું વિસર્જન કરી દો.

કોંગ્રેસ એ એક એવું શરીર હતું જેમાં સડાની શરુઆત થઈ ગયેલ અને ગાંધીજી આ વાત જાણી ગયેલ. પણ સુંદર શરીર હતું અને કેટલાક નેતાઓને લાગ્યું કે હાલ જાહેર કરવા જેવું નથી. દેશ થોડો ઠરીને ઠામ થાય એટલે કોંગ્રેસનું વિસર્જન કરીશું.

૧૯૫૦માં કોંગ્રેસનો મગજનો કોષ (વલ્લભભાઈ પટેલ) પણ જતો રહ્યો.

કેટલીક મોટરકારો એમ્બલમને લીધે બજારમાં ચાલી જાય છે. એ રીતે કોંગ્રેસ પણ ચાલી. કોઈએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન ન કર્યું એટલે કાયદેસર રીતે, તે કોંગ્રેસ ને જીવતી માનવામાં આવી.

દરેક જીવને પોતાનું બંધારણ હોય છે તેવીજ રીતે દરેક પક્ષને પણ પોતાનું બંધારણ હોય છે. કોંગ્રેસને પણ પોતાનું બંધારણ હતું. બે જુદી જુદી પ્રજાતિવાળા જીવોનું બંધારણ એક હોઈ શકે. અંગઉપાંગો સરખા હોય એટલે કે સરખાનામ વાળા હોય. તો પણ બંનેના ગુણધર્મોમાં ફેર હોય છે. જેમકે આંખ તો મનુષ્યને પણ હોય અને દેડકાને પણ હોય. પણ દેડકો ડોકું હલાવ્યા વગર ૩૬૦ડીગ્રીથી ચારે બાજુ જોઇ શકે. માણસ તેમ નકરી શકે. માણસ અને દેડકાને બંને ને મગજ હોય પણ મનુષ્ય અને દેડકાનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે.

કોંગ્રેસ કોંગ્રેસમાં પણ ફેર પડ્યો. આમાં થોડુંક અળશીયા જેવું થયું. એક જીવમાં બીજો જીવ ઉત્પન્ન થયો. અને નવા ઉત્પન્ન થયેલા જીવે કહ્યું હું જ સાચો જીવ છું. કોંગ્રેસના બંધારણ પ્રમાણે કોંગ્રેસની કારોબારી એ કોંગ્રેસનો જીવ-બુદ્ધિ હતી. કારોબારીનો પ્રમુખ અને કારોબારીના સભ્યો કોંગ્રેસીજનોએ ચૂંટેલા હોય છે. પ્રમુખ હોવાના નાતે પ્રમુખ પાસે વધારાની સત્તા હોય છે. ઈન્દીરા ગાંધી એ એક રોગ હતી. અને તેને શરીર નો કબજો લેવો હતો. તેથી ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થયું. કોંગ્રેસ (ઈન્દીરા) એટલે કે કોંગી, અને કોંગ્રેસ ઓર્ગેનીઝેશન એટલે કોંગો એમ બે ભાગથી તે ઓળખાઈ. બંને વચ્ચે કોણ ખરી કોંગ્રેસ એ વિષે ઝગડો થયો. મૂળ દસ્તાવેજો કોંગ્રેસ ઓર્ગેનીઝેશન પાસે હતા. ઝગડો લાંબો ચાલ્યો. ઈલેક્સનો આવ્યાં અને ગયાં. કોંગી સત્તા પર આવી હતી એટલે લોકસભાના સભ્યો તેની પાસે વધુ હતા. તેથી તેને કોંગ્રેસ ગણવામાં આવી એવો નિર્ણય કૉર્ટ માઈબાપે આપ્યો. કોંગ્રેસ ઓર્ગેનીઝેશનના પીલુમોદીએ કહ્યું કે જો નવા ઇલેક્સનમાં અમે બહુમતિમાં આવીશું તો શું આ નિર્ણય બદલાઈ જશે? આનો જવાબ કોઇની પાસે નહતો.

કોંગીના ગુણધર્મો પ્રમાણે જોઇએ તો મહાત્માગાંધીની કોંગ્રેસના એકપણ લક્ષણ કોંગ્રેસમાં નથી. ૧૯૭૭માં કોંગી વધુ તૂટી અને કોંગ્રેસસંસ્થાએ કોંગી કરતાં બહુમતિ મેળવી. એટલે બધીરીતે (આમ તો ગુણધર્મો જ મુખ્ય હોવા જોઇએ જે સંસ્થા કોંગ્રેસમાં વધુ હતા) કોંગ્રેસ (સંસ્થા) જ ખરી કોંગ્રેસ તરીકે સાબિત થઈ. મોરારજી દેસાઈએ તે પછી કોંગ્રેસને વિખેરી નાખીને મહાત્માગાંધીની ઈચ્છા પૂર્ણ કરી.

વાલીયો લુંટારો તપ કરીને વાલ્મિકી ઋષિ બની શકી શકે છે. સંત પણ જો રંગરાગમાં પડી જાય અને દુરાચારોનો ગુલામ થઈ જાય તો તે સંતમાંથી રાક્ષસ બની જાય. પણ આવા સંતો જે રાક્ષસ બની ગયા છે તે પોતાને સંત ગણાવાનું ચાલુ રાખે છે.

રાક્ષસો કોણ છે?

વાસ્તવમાં જોઇએ તો મૂળ માં રાક્ષસ એક વંશ હતો. વિશ્વામિત્ર ઋષિ જ્યારે તપ કરવા પોતાનું કુટુંબ છોડીને ગયા ત્યારે જે રાજાએ તેમના કુટુંબીજનોનું ધ્યાન રાખ્યું અને રાની પશુઓથી જંગલમાં એમનું રક્ષણ કર્યું તે રાજાનો વંશ રાક્ષસ નામે ઓળખાયો.

પણ તે રાક્ષસ ના ફરજંદો સ્વકેન્દ્રી પાક્યા તેથી રાક્ષસ શબ્દ કાળક્રમે દુરાચારીઓનો પર્યાય વાચક શબ્દ બની ગયો. રાક્ષસ એ કોઈ પ્રજાતિ ન હતી.

અમરતાની ઘેલછા

રસ્તાના નામ, યોજનાઓના નામ પોતાના નામના કરવાથી અમર થવાતું નથી. કે મોટા મહાલયોમાં પોતાના પુતળાંઓ મૂકવાથી પણ અમર થવાતું નથી. માંધાતા અને સહસ્રાર્જુન ને પણ કોણ ગણે છે!

જે મહારાજ્ય ઉપર સુરજ ચોવીસે કલાક તપતો રહેતો હતો અને જે મહારાણીના (મહારાણી વિક્ટોરીયાના) આદમકદ કે તેથી પણ મોટા રાક્ષસી પૂતળાંઓ દેશ વિદેશમાં ઠેરઠેર મૂકાયા હતાં તે મહારાણીને આજે એ દેશોમાં કોણ ઓળખે છે? અરે, તેમના પૂતળાં પણ અનુગામી સરકારોએ ગુલામીના પ્રતિક ગણી હટાવી દીધા. આ બધા તો મુઠ્ઠી ઉંચેરા હતા.

રામ પણ ઘણા થઇ ગયા. પરશુરામ, બલરામ, અને સીતારામ (રામચંદ્ર). અને અત્યારે તો રામખિલાવન, રામસુલાવન, રામપીલાવન, આયારામ, ગયારામ, વિગેરે અનેક રામ છે.

પણ રામ રામમાં ફેર છે. રામ નામ રાખવાથી ઓરીજીનલ રામ થઇ જવાતું નથી. તેવી રીતે કોંગ્રેસ નામ રાખવાથી ઓરીજીનલ કોંગ્રેસ થઈ જવાતું નથી. "ગંગા ગયે ગંગાદાસ ઔર જમના ગયે જમનાદાસ" એવું હોતું નથી.

જવાહરલાલ નહેરુ, ઈન્દીરા જેવા વામણા ફરજંદો કે કોંગ્રેસ એવી ભ્રષ્ટ પાર્ટી "અમરતા"ની ઘેલછાની નિરર્થકતાને શું સમજે?

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે દારુબંધી દૂર કરવાની પહેલ કરી અને ગરીબોને નિર્માલ્ય કર્યા,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે સત્તા બચાવવા લોકશાહીનું ખૂન કરતી આવી,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે વિલાયતી ખાતરને દેશમાં ઘૂસાડવા અને વહેચવા માટે આંદોલનો કર્યા,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે જેનેટીક બિયારણો લાવી જમીન અને માનવીના આરોગ્યને હાની કરી,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે ક્ષતિગ્રસ્ત પ્રણાલીઓ અને પ્રજાને ભ્રષ્ટ કરી,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે પ્રજાને જોડવાને બદલે તોડવાનું કામ કર્યું,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે ગરીબોને ૫૬ વર્ષના શાસનને અંતે પણ મદદના મોહતાજ રાખ્યા,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે ખાદી અને સાદગીને નેવે મૂકી,

આ એજ નહેરુવીયન કોંગ્રેસ છે જેણે સંસદોને તગડા પગારો અને સાલીયાણા બાંધી આપ્યા, અને એના ગણાતા નેતા નંબર વન કહે છે સાદગી રાખો.

અને હવે તે આ દંભી નહેરુવીયન કોંગ્રેસ જે મહાત્માગાંધીના વિચાર દેહનું ખૂન કર્યું છે તેને ઓરીજીનલ કોંગ્રેસ ગણી ૧૨૫મી વર્ષગાંઠ ઉજવે છે.

આ કોંગી રાક્ષસના લોહીનું એક ટીપું પૃથ્વી ઉપર પડે તો તેમાંથી હજાર હજાર રાક્ષસ ઉત્પન્ન થાય છે. એટલે રાક્ષસને એવીરીતે મારવો જોઇએ કે તેનું પૃથ્વી ઉપર નામોનિશાન ન રહે.


No comments:

Post a Comment